અંકલેશ્વરનાં નિર્મળ ગામ કાપોદરાની નવી ઓળખ બન્યુ ક્રિકેટનું ગ્રાઉન્ડ

Update: 2017-11-02 07:44 GMT

અંકલેશ્વર તાલુકાનું કાપોદરા ગામ નિર્મળ ગામની ખ્યાતિ ધરાવે છે.હવે આ ગામની નવી ઓળખ અહીંયાનું સુવિધાઓ થી સભર ક્રિકેટનું મેદાન બન્યુ છે.

અંકલેશ્વરનાં કાપોદરા ગામ ખાતેનાં કાપોદરા સ્પોર્ટસ ક્લબ દ્વારા હાજીભાઇ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યુ છે.ઇન્ટરનેશનલ ક્રિકેટનાં મેદાન જેવીજ સુવિધાઓ આ ગ્રાઉન્ડ ધરાવે છે.

કાપોદરા ગામનાં આગેવાન અને ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરનાર જુબેરભાઈ લુલાતે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કાપોદરા ગ્રામજનોનાં સહકાર થી અને BCCIનાં સભ્ય દશરથ પરદેશીનાં માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અને ક્રિકેટ મેદાન કાપોદરા સહિત આસપાસનાં ગામનાં બાળકોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના આશય સાથે નિર્માણ કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.વધુમાં ટૂંક સમયમાં ક્રિકેટ કોંચીંગ ક્લાસ પણ શરુ કરવાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી.

હાજીભાઇ સ્ટેડિયમ કાપોદરા સ્પોર્ટસ ક્લબનાં ઓર્ગેનાઈઝર મોહમદઅલી લુલાતે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓપન ટુર્નામેન્ટમાં રણજી અને IPL પ્લેયરો પણ અહીંયા મેચ રમ્યા છે. જે અમારા ગામ માટે પણ ગૌરવની વાત છે અને તેનાથી અન્ય ક્રિકેટ ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળી રહયું છે.હાલમાં ઇન્ટર ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લા સહિતની બહારની ટીમો વચ્ચે રમાય રહી છે.અને ક્રિકેટ પ્રેમીઓ પણ ટુર્નામેન્ટમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે.જ્યારે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી શકાય તે માટેની પણ કામગીરી ચાલી રહી છે.

 

Tags:    

Similar News