અંકલેશ્વરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે બોલાવી તવાઈ

Update: 2017-05-20 10:29 GMT

અંકલેશ્વર પંથકમાં વરલી મટકા તેમજ આંકડાના જુગારધામ પર પોલીસ તંત્રએ દરોડા પાડીને બે જુદી જુદી રેડમાં મહિલાઓ સહિત 13 જુગારીયાઓ ની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોએ બાતમીના આધારે નવા બોરભાઠા ગામ ખાતે ચાલતા સટ્ટા બેટિંગના અડ્ડા પર રેડ કરતા જુગારીયાઓમાં સોંપો પડી ગયો હતો, પોલીસે મહિલા અલ્લારખાબેન ઇસ્માઇલ ગોહિલ સહિત સુરેશ જયંતિ વસાવા, ઈમ્તિયાઝ રસીદ ગરાસીયા, વિજય નાનુ વસાવા, પુનિત નારાયણ પટેલની ધરપકડ કરીને રૂપિયા 31400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે અન્ય એક દરોડામાં ગાંધીનગરની વિજિલન્સની ટીમે શહેરના નવી નગરી ખાતે દરોડા પાડયા હતા.જેમાં વરલી મટકાનો જુગાર રમતા મહિલા સહિત 8 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.વિજિલન્સની ટીમે નર્મદાબેન કાલિદાસ વસાવા, ભદ્રેશ શંકરભાઇ સોની, પરભુ છગન પટેલ, મુકેશ બાલુ વસાવા, શબ્બીર અહમ ભીમાડા, સિદ્દીક ઈબ્રાહીમ ખલીફા, શબ્બીર યાકુબ મુલતાની અને અર્જુન ગંભીર વસાવાના ઓ ની ધરપકડ કરીને પોલીસે રૂપિયા 17800ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

Tags:    

Similar News