અંકલેશ્વર ચંદ્રબાલા મોદી એકેડેમી દ્વારા AIA ઓડિટોરિયમ ખાતે ઇન્ટર સ્કુલ કિડ્સ કપ-2017નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સીએમ એકેડેમીનાં ચેરપર્સન પિયુષ ચંદ્રા, નિર્ણાયક તરીકે ડો.સ્નેહલ લોખંડવાલા, શ્રીમતી શિવાલીકા પટેલ, ચંદ્રેશ પરમાર, સીએમ એકેડેમીનાં આચાર્ય અમર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહીને સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ટર સ્કૂલ કિડ્સ કપ-2017નાં આયોજનમાં સંસ્થાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એ.આર. ખાન અને શાળાનાં ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.