અમદાવાદ : 94થી વધુ રાજકીય આગેવાનો કોરોનાની ઝપેટમાં, રાજકીય મેળાવડાઓ છે કારણભુત

Update: 2020-09-04 10:30 GMT

રાજયમાં સાંસદો અને મંત્રીઓ સહિત અત્યાર સુધીમાં 94 જેટલા રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હોવા છતાં સરકારના દબાણમાં તંત્ર આંખ આડા કાન કરી રહયું હોવાથી નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હવે આ કહેરમાં રાજ્યના રાજનેતાઓ પણ ઝપટમાં આવી રહયા છે અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે આ સંક્રમિત થવા પાછળનું કારના સામાજિક અંતરનું ધ્યાન ના રાખવું ભીડ ભેગી કરવી અને બેદરકારી સામે આવી રહી છે રાજ્યના 2 મંત્રીઓ, 18 ધારાસભ્યો, 3 સાંસદો, 1 પૂર્વ મુખ્યમંત્રી,1 મેયર, 1 પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને 70થી વધારે રાજકીય હોદ્દેદારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છતાં રાજકીય નેતાઓ રેલીઓ અને વિરોધ પ્રદર્શનોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે.


ગુરુવારે 1325 નવા કેસ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઇ ગયા છે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ 163 દિવસ અગાઉ નોંધાયો હતો. જોકે, આ દરમિયાન 80 હજાર દર્દીઓ સાજા પણ થઇ ચૂક્યા છે જ્યારે 3064 દર્દીઓના મોત થયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પણ સંખ્યાબંધ લોકોની સાથે કાર્યક્રમ યોજી રહ્યાં છે.

 બીજી તરફ ગુજરાત ધીમે-ધીમે અનલૉક પણ થઇ રહ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનો ખુલી રહી છે. રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર અને ડબલ્યુએચઓ પણ લોકોને નિયમોનું પાલન કરવા, ભીડથી દૂર રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે. લોકોને સમજાવાઇ પણ રહ્યા છે અને કડકાઇ સાથે દંડ પણ કરાઇ રહ્યો છે પણ આ બધા વચ્ચે સૌથી મોટી બેદરકારી આપણા નેતાઓ દાખવી રહ્યા છે.ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકીય રેલીઓમાં ભીડ એકઠી થઇ રહી છે.. આ જ કારણથી છેલ્લા કેટલાક દિવસમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો કોરોના પોઝિટિવ થયાનું પ્રમાણ બહુ ઝડપથી વધ્યું છે. સવાલ એ છે કે જેમના પર લોકોને જાગૃત કરવાની, તેમને સંભાળવાની જવાબદારી છે તેઓ જ જો આ રીતે બેદરકાર બનશે તો ગુજરાત કોરોના સામેની લડાઇ કેવી રીતે જીતશે?

Tags:    

Similar News