અમદાવાદ : હાથીજણ વિસ્તારમાં લોકડાઉનનો સ્વયંભુ અમલ, કોરોનાનો એક પણ કેસ નહિ

Update: 2020-04-17 13:48 GMT

અમદાવાદ

શહેરમાં કોરોના વાયરસના દર્દીઓ કુદકે અને ભુસકે વધી રહયાં છે ત્યારે ગામડાઓમાં

લોકો લોકડાઉનનું પાલન કરી રહયાં હોવાથી કોરોના વાયરસનો એક પણ કેસ હજી સુધી નોંધાયો

નથી.

શહેરથી બહાર

આવેલ હથીજણ  પોલીસ

સ્ટેશનના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ લોકડાઉનનુ પાલન કરાવી રહી છે. સોશિયલ

ડીસ્ટન્સ જળવાય રહે તે માટે શાકભાજી સહિતની જીવનજરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે

ટાઇમટેબલ બનાવી દેવાયું છે. લોકો પણ પોતાની ફરજ સમજી લોકડાઉનનો સ્વયંભુ અમલ કરી

રહયાં છે. લોકોને લોકડાઉન અને સોશિયલ ડીસ્ટન્સ અંગેની સમજ પોલીસ દ્વારા આપવામાં આવી

છે. 

બીજી બાજુ

જાહેરનામા નો ભંગ કરનાર ઈસમો સામે પોલીસ કાયદેસર ની કાર્યવાહી પણ કરે છે. ભીડ અને

ટોળા પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ અને ગામલોકોની

જાગૃતતાના પગલે આ વિસ્તારોમાં કોરોના  વાયરસનો એક પણ કેસ હજી સુધી સામે આવ્યો

નથી.

Tags:    

Similar News