અરવલ્લી : દઘાલીયા ગ્રામસભામાં પાણીની વિકટ સ્થિતિ અને ગામતળના દબાણનો મુદ્દો ઉછળ્યો

Update: 2019-06-14 12:03 GMT

મોડાસા તાલુકાના દઘાલીયા ગામે શુક્રવારે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં સરકારી પ્રતિનિધિ તરીકે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દીપકભાઇ પંડ્યાની અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામ પંચાયતની કારોબારી, તલાટી, આરોગ્ય વિભાગના કર્મચારી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સભા દરમિયાન ગામમાં સર્જાતી અનેક સમસ્યાઓ નો નિકાલ લાવવા માટે અરજદારોએ અને ગ્રામજનોએ અધ્યક્ષ સામે રજુઆત કરી હતી. ગ્રામસભામાં ૪૫ વર્ષથી પાણી માટે વલખાં મારતા ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી, પરંતુ ભૂગર્ભમાં પાણીના તળ નીચા જતાં પાણીની સમસ્યા યથાવત હોવાનું ગ્રામજનો સમક્ષ સરપંચે જણાવ્યું હતું. પરંતુ નવાઈ વાત એ છે કે, આજે પણ ગામમાં ૬ દિવસે પાણી છેડાવામાં આવે છે, ગામમાં પાણી મળી રહે તે માટે એસકે 2 યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાય છે પરંતુ ૩ હજારની વસ્તી ધરાવતા ગામમાં ચાર દિવસે માત્ર ૪ લાખ લીટર પાણીનો જથ્થો મળતા સ્થિતિ જેસે થે જેવી જ છે.

ગામમાં એવા પણ નળ કનેક્શન છે કે મુખ્ય પીવાની પાઇપલાઇન માં થી અડધાની નહીં પરંતુ બે ની પાઇપ વાડા કનેક્શન હોવા પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ ગ્રામસભામાં ઉછળી હતી અને અધ્યક્ષને પાણીની સમશ્યા નો તાકીદે નિકાલ લાવવા વિનંતી કરી હતી,વધુમાં મહિના ઓ વીતવા છતાં ગ્રામ્ય પંચાયત દ્વારા અરજદારોએ કરેલી અરજીઓ નો નિકાલ ના આવતા અરજદારોમો રોષ જોવા મળ્યો હતો,તો ઘર વેરો ભર્યા ને મહિનાઓ વીતવા છતાં ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના કર્મચારીને રૂપિયા ભર્યાની પાવતી અત્યાર સુધી ના મળી હોવાની ગ્રામસભા માં રજુઆત કરતા સભામાં હાજર તમામ લોકો વિચારતા રહી ગયા હતા,ગ્રામ પંચાયતની ઢીલી નીતિ ને લઈ સ્થાનિકો માં રોષ જોવ મળ્યો હતો,ગ્રામસભા ના અંતમાં પાણી ની સમશ્યાનો ઉચ્ય કક્ષાએ રજુઆત કરી અને ગ્રામસભા ઉઠેલા તમામ પશ્ર્નોનો સત્વરે ઉકેલ લાવવા અધ્યક્ષ ને ગ્રામજનોએ અપીલ કરી હતી.

Similar News