આગ્રા : તાજમહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતીથી અફરાતફરીનો માહોલ

Update: 2021-03-04 06:05 GMT

તાજમહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળ્યા પછી પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ માહિતી મળ્યા પછી ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈએ ફોન કરીને તાજ મહેલમાં બોમ્બ રાખ્યો હોવાની માહિતી આપી હતી. ત્યારપછી CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે.

https://twitter.com/agrapolice/status/1367344207669596163?s=20

અધિકારીઓએ જણાવ્યું કે, તાજમહેલના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા છે.હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કોઈ ઈસમએ માહિતી આપી હતી કે, તાજમહેલ પાસે બોમ્બ રાખવામાં આવ્યો છે અને થોડી વારમાં તે બ્લાસ્ટ થઈ જશે. આગરા પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરીને સીઓની આગેવાનીમાં ટીમ તાજમહેલ પરિસરમાં ચેકિંગ અભિયાન શરૂ કરીને તપાસ કરી રહી છે.

Tags:    

Similar News