આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી થશે.

Update: 2019-01-08 03:50 GMT

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સવારે 9.30 કલાકે પશુપાલન, અને ગૌસંવર્ધનનાં રાજ્યકક્ષાનાં મંત્રી બચુભાઇ ખાબડ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મુકશે. જેમાં દેશ વિદેશના કુલ 77 પતંગબાજો ઉપસ્થિત રહેશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ, બબીતા સહીત 10 કલાકારો પતંગ ચગાવશે.જેમાં સીરિયલ માટે કાઇટ ફેસ્ટિવલ આધારિત એપિસોડનું શૂટિંગ થઈ શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્યપ્રોડ્યુસર અસિત મોદી, જેઠાલાલ સહીત ડાયરેકટ સહીતની ટિમ પણ ગત રાત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યા હતા.દયાભાભી સિવાયના તમામ કલાકારો મોડી રાત્રે સાધુબેટ ટેન્ટ સીટી પહોંચ્યા હતા. આગામી 2 દિવસ સુધી શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.આજે ઉતરાયણતો આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શૂટિંગ થશે.

Tags:    

Similar News