આમોદ: બાઇક દિવાલ સાથે ભટકાતા આશાસ્પદ યુવાનનું કરૂણ મોત

Update: 2019-03-09 15:28 GMT

આમોદનાં એક ઈસમનું વાગરા તાલુકાનાં દહેજ સ્તિથ અદાણી કંપનીનાં ગેટ પાસે અકસ્માત થતાં સ્થળ પર કમકમાટી ભર્યું મુત્યુ નીપજયું હતું.

દહેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આમોદનાં કાલિકા મંદિર વિસ્તારનાં વિમલકુમાર બળવંતભાઈ મિસ્ત્રી L.N.G કંપની તરફ નાં રોડ પરથી પોતાની માલિકીની મોટર સાઇકલ નંબર GJ 16R. 6555 પર સવાર થઇને અદાણી કંપનીનાં ગેટ પાસે આવેલ ટર્નીંગ પર સામે G. C. P. T. C.L કંપનીની દીવાલ સાથે ધડાકા ભેર અથડાતા તેને માથાંનાં ભાગે ગંભીર ઇઅજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.આ ઘતનાની જાણ પોલીસને કરાતા પોલીસે ઘતના સ્થળે પહોંચી મરનાર ઈસમના મૃતદેહને P.M અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

Tags:    

Similar News