ઓકટોબરમા વેસ્ટ ઈન્ડિસ અને ટીમ ઈન્ડિયા બનશે રાજકોટનમા મહેમાન

Update: 2018-03-18 11:16 GMT

રાજકોટના ક્રિકેટ રસીકો માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે રમાનાર આઈપીએલની સીઝનમા ભલે રાજકોટને એક પણ મેચ ફાળવવામા ન આવ્યો હોઈ. પરંતુ ઓકટોબર માસમા રમાનાર ભારત અને વેસ્ટ ઈન્ડિસ વચ્ચેનો એક ટેસ્ટ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે વેસ્ટ ઈન્ડિસ સામે રમાનાર મેચની વાત કરીયે તો કુલ બે ટેસ્ટ મેચની સીરીઝ છે. તો સાથો સાથ પાંચ વન ડે અને ત્રણ ટી 20 મેચ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિસ વચ્ચે રમાનાર મેચ ઓકટોબર અને નવેમ્બર માસમા રમાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર માસમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જે મેચ ડ્રો રહી હતી.

ગત વર્ષથી રાજકોટને ટેસ્ટ સેન્ટર તરીકે પસંદ કરવામા આવ્યુ હતુ. ત્યારે ગત વર્ષે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈગલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાયો હતો. ત્યારે સતત બિજા વર્ષે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિસ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

Similar News