કોંગ્રેસ કારોબારીમાં આગામી રણનીતિ મુદ્દે મંથન કરાયુ

Update: 2017-07-26 06:44 GMT

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યા બાદ પણ કોઈ પણ પડકારને પહોંચી વળવા માટેની કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. પક્ષની મળેલી કારોબારીમાં ચૂંટણી લક્ષી રણનીતિ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, મોહનસિંહ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતમાં કોંગ્રેસની કારોબારી યોજાઈ હતી.

આ કારોબારીમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિ અંગે, રોજગારી અંગે, GST અંગેના ઠરાવ, જમીન માપણીમાં મોટી ગેરરીતિ અંગેના ઠરાવો રજુ કરીને જરૂરી રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યુ હતુ કે ભાજપની વિચારધારા સામે લડત છે અને કોંગ્રેસ માટે એક મોટો પડકાર પણ છે. ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ જીતશે તો તે ટર્નીંગ પોઇન્ટ સાબિત થશે. જે દેશહિત માટે યોગ્ય લેખાશે.

 

Tags:    

Similar News