ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાણીને દારૂપિધેલા કોન્સ્ટેબલે મિત્ર સાથે મળી માર્યો માર

Update: 2019-01-15 07:36 GMT

એક તરફથી ગુજરાત પોલીસ દ્વારા દારૂ બંધી અંગે કડક કાર્યવાહીની વાતો કરવામા આવે છે. તો બીજી તરફ ગુજરાત પોલીસના જ કર્મી દારૂના નશામા તળબોર રહે છે. મંગળવારની સાંજે રાજકોટ પોલીસના કોન્સટેબલ રામ વાંક દારૂ પિધેલ હાલતમા પોતાની ગાડી ચલાવતા હતા.

આ સમયે ખોડલધામ ટ્રસ્ટમા ટ્ર્સ્ટી ચિરાગ શિયાણીના વાહન સાથે વાહન અથડાતા રામ વાંકે માર માર્યો હતો. તો સાથે જ પોતાના મિત્ર અજ્ય બોરીચાને બોલાવી દાદાગીરી અને હાથાપાઈ પણ કરી હતી. ત્યારે ભક્તિનગર પોલીસે આ મામલે કોન્સટેબલ રામ વાંક અને તેના મિત્ર અજય બોરીચા વિરુધ્ધ માર મારવાનો અને જાનથી મારી નાંખવાની ધમક આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Similar News