ગાંધીનગર : એક જ દિવસમાં એક સાથે ૬ શાળાઓના લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

Update: 2020-08-09 10:42 GMT

ગુજરાત સરકારે 14 વન બંધુ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 136.40 કરોડના વિકાસકામોની આ જિલ્લાઓમાં ભેટ આપી હતી.

9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની સરકારે ઉજવણી કરી હતી. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ લોકાર્પણ કાર્યક્રમો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા હતાં. ગુજરાતના વનબંધુ વિદ્યાર્થીઓને રૂ.૧૩૬.૪૦ કરોડના ૧૦ શાળા,  હોસ્ટેલ તેમજ સ્પોર્ટ્સ સંકુલની સરકારે ભેટ આપી છે. બનાસકાંઠા જિલ્લાના દાતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડીયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં કુલ ૭૧ કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય. એકલવ્ય રેસિડેન્સીયલ શાળા સંકુલ અને સ્પોર્ટસ સંકુલના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ ઉજવણી અન્વયે છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ. ૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા શાળા તથા નિવાસી શાળા સંકુલના ઈ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. ૧૮૬૦ વનબંધુ છાત્રોને આ સંકુલ નિર્માણથી શિક્ષણ સુવિધા ઘર આંગણે પ્રાપ્ત થવાની છે તેમ જણાવ્યું હતું.

Tags:    

Similar News