છત્તીસગઢ : વિધાનસભાની ચૂંટણી અગાઉ થયો મોટો નક્સલી હુમલો , 5 જવાન શહિદ

Update: 2018-10-27 15:12 GMT

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ મોટો નક્સલી હુમલો થયો છે, જેમાં CRPFના 5 જવાન શહિદ થયા છે અને ૧ જવાન ઘાયલ થયાં હોવાની માહિતી મળી રહી છે. નક્સલી હુમલામાં શહિદ થયેલા જવાન CRPF - 168 બટાલિયનના હતા. આ જવાનો એરિયા ડોમિનેશન પર નિકળ્યા હતા॰ ત્યારે બાસાગુડા પોલીસ સ્ટેશનના મુર્દોણ્ડા ગામના નજીક વિસ્ફોટ થયો.

નોંધનિય છે કે, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે અને આચારસંહિતા પણ લાગૂ છે. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 18 સીટો માટે 12 નવેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 72 વિધાનસભાની સીટો પર 20 નવેમ્બરના રોજ મતદાન થશે

Similar News