જાણો કેવી રીતે કાર્ડથી ખરીદી પર લોકો પાસેથી ટેક્સ વસુલ થાય છે

Update: 2017-01-10 06:19 GMT

તાજેતરમાં જ બેંકો દ્વારા પેટ્રોલ પંપ ધારકો પાસેથી ચાર્જ વસુલ કરવા પર પેટ્રોલપંપના માલિકોએ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ નહિ વેચવાનો નિર્ણય લીધો હતો જે બાદમાં મુલતવી રાખવામાં આવ્યો છે પરંતુ તેમાં ચાર્જ રૂપે વસુલ કરવામાં આવતો એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટે ભારે ચર્ચાનો વિષય પકડયો છે.

શું છે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ?

વર્ષ 2012 થી આ રેટ અમલમાં છે જે મુજબ પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા ખરીદી કરવા પર આ ચાર્જ બેંકો વેચનાર પાસેથી વસુલ કરે છે, જે અંતર્ગત રૂ 2000 થી નીચેની ખરીદી પર 0.75 ટકા અને તેનાથી વધુની ખરીદી પર 1 ટકા ચાર્જ વસુલ કરવામાં આવે છે.

આ ચાર્જ વેચનાર પાસેથી સીધો વસુલ કરવામાં આવે છે પરંતુ વેચનાર આ ચાર્જ આખરે તો વસ્તુની કિંમતમાં ચઢાવીને ગ્રાહક પાસેથી જ વસુલ કરે છે જે પ્રમાણે આખરે આડકતરી રીતે આ ટેક્સનું ભારણ તો ગ્રાહક પર જ નાખવામાં આવે છે.

એક તરફ સ્કીમો બહાર પાડીને ડિજિટલ ટ્રાન્જેકશન ને પ્રોત્સાહન આપવામાં આવે છે તો બીજી તફર આવા કર દ્વારા ગ્રાહક પર ભારણ વધારવામાં આવે છે.

અંતે આશ્વાસન ખાતર કહી શકાય છે ગ્રાહકોએ કાર્ડ દ્વારા ખરીદી પર સીધો ચાર્જ ચૂકવવો પડતો નથી.

 

Tags:    

Similar News