જાણો કેવી રીતે ગંદકી દૂર કરી મોડાસાની પાંડુરંગ સોસાયટીના રહીશોએ..!

Update: 2019-04-26 09:27 GMT

સોસાયટીઓમાં ગંદકીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ગંદકીને દૂર કરીને નવચંડી યજ્ઞનું આયોજન મોડાસાની પાંડુરંગ સોસાયટીમાં કરાયું હતું. ઠેર ઠેર ગંદકીથી રહીશો પરેશાન હતા. જો કે છેલ્લા એક મહિનાની મહેનત રંગ લાવી અને સોસાયટીમાં સ્વચ્છતાની સુવાસ ફેલાવી તમામને એક કર્યા. ગંદકીને કારણે લડાઈ ઝઘડાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે.

જો કે આ તમામ બાબતોથીમાં દૂર રહેવા સ્થાનિક રહીશોએ નવતર પ્રયોગ કર્યો અને સ્થાનિકોની કોઠાસૂઝ અને મહેતનથી સોસાયટીની રોનક બદલાઈ ગઈ. સોસાયટીના યુવાઓએ ઠેર - ઠેર ભીંત ચિત્રો બનાવીને સોસાયટીને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી છે. સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યા બાદ સ્થાનિક રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં શ્રીફળ હોમ કરીને યજ્ઞની પૂર્ણાહૂતિ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ યોગેશ પટેલ, ઉપપ્રમુખ પરેશ પટેલ, મંત્રી શશીકાન્ત ભટ્ટ, તેમજ દુષ્યંત પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Similar News