જામનગર: વિરોધ પક્ષના વિરોધ અને શાસક પક્ષની બહુમતીના જોરે સામાન્ય સભામાં બજેટ કરાયું પાસ

Update: 2019-02-18 11:07 GMT

જામનગર મહાનગર પાલિકા નું વર્ષ 2019-20 નું બજેટ 625.76 કરોડનું મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના વિરોધ અને શાસક પક્ષ ની બહુમતી ના જોરે સભા માં બજેટ પાસ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષે બજેટ ને આંકડાની માયાજાળ કહી વખોડયું હતું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="84863,84864,84865,84866,84867,84868,84869,84870,84871,84872"]

જામનગર મહાગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ આજે સામાન્યસભામાં રજૂ થયું હતું. અગાઉ જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ કર વધારા કમિટી એ ફગાવી દેતા આજે વિરોધ પક્ષ માટે આ મુદ્દાઓ પર રજૂઆત કરવાનો કોઈ મુદ્દો ન હતો, પરંતુ આજે બોર્ડમાં રજૂ થયેલ બજેટને મહાનગર પાલિકામાં રજૂ કરવામાં આવ્યો હતો, અંતે ચર્ચાઓ બાદ વિપક્ષનો વિરોધ અને શાસકોની બહુમતી સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું,બજેટ બેઠકને ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે આજે જામનગર મનપાની બજેટ બેઠકમાં ચાર સભ્યો તો ગેરહાજર હતા, જ્યારે હાજર રહેલા કોર્પોરેટરોમાંથી પણ મોટાભાગના ચર્ચાઓ ચાલુ હતી. તે દરમિયાન ચર્ચાઓ અધૂરી છોડીને જતા રહેતા ક્યાંક એવું લાગ્યું કે પ્રજાના પ્રશ્નોમાં ચૂંટાયેલા સભ્યોને રસ નથી,મોટાભાગ ના તમામ કરવેરા નાબૂદ કરવામાં આયા છે અને માત્ર રૂપિયા 1.95 કરોડ ના કાર દર માં વધારો કરવામાં આવ્યો છે.

Similar News