જામનગરમાં ડેન્ગ્યુને નાથવા રાજ્યમંત્રી હકૂભા જાડેજાએ બોલાવેલી ઉચ્ચસ્તરિયા બેઠક

Update: 2019-10-09 17:07 GMT

જામનગરમાં ડેન્ગ્યુને નાથવા રાજ્યમંત્રી હકૂભા જાડેજાએ બોલાવેલી ઉચ્ચસ્તરિયા બેઠકમાં ડેન્ગ્યુના વધી રહેલા રોગચાળા સામે 3 ડઝનની વધુ ટિમ મેદાનમાં ઉતારશે અને શહેર માં ડોર ટુ ડોર સર્વે અને ફોગિંગની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લેતા દિન પ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓમાં થઈ રહેલા વધારાને ગંભીરતાથી ધ્યાને લઈ આ રોગચાળો નાથવા માટે અન્ન અને પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મેડિકલ કોલેજ ખાતે એક તાકીદની બેઠક યોજી હતી.

જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ અને ડેન્ગ્યુના રોગને નિયંત્રણ લેવા સૂચનો અને માર્ગદર્શન આપવાની સાથોસાથ આગામી દિવસોમાં યુધ્ધના ધોરણે ડેન્ગ્યુને અટકાવવા વિવિધ પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ આ રોગને નાથવા માટે સરકાર તમામ સ્તરે કટિબધ્ધ હોવાની બાબતો વર્ણવી હતી.

આ બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા ડેન્ગ્યુ નિયંત્રણની જિલ્લા તંત્ર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ તેમજ ગાંધીનગરના વાયરોલોજી ડિપાર્ટમેંટ એડિશનલ ડાયરેકટર ડો. જેશલપુરા અને રાજકોટના રિજિયોનલ ડે. ડાયરેકટર ડો. રૂપાલી મહેતા દ્વારા ડેન્ગ્યુને નાથવા શું પગલાં લઈ શકાય તેમજ ક્યાં પ્રકારની કામગીરી થકી જિલ્લાને રોગમુક્ત કરી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જામનગર શહેર માં અત્યારસુધી માં ડેન્ગ્યુ ના કારણે 1100 જેટલા કેસ નોંધાયા છે જેમાં 6 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.

 

Tags:    

Similar News