ઝઘડિયા ના વેલુ ગામે યુવાન પર મગર નો હુમલો

Update: 2016-07-08 12:27 GMT

જીવસટોસટ ની બાજી લગાવી ને ભાઈ ને નરભક્ષી મગર ના મોતના મુખ માંથી છોડાવતો ભાઈ

ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ ના નર્મદા નદી કિનારે મગરે એક યુવક પર હુમલો કરીને પગ ખેંચ્યો હતો જોકે તેના ભાઈ એ લાકડીના સપાટ મારી ને મગર ના મોં માંથી પોતાના ભાઈને મુક્ત કરાવી નવજીવન બક્ષ્યુ હતું.

ઝઘડિયા તાલુકાનું વેલુ ગામ નર્મદા નદીના કિનારે વસેલુ છે,જ્યાં રેતીની લીઝ માં કામ કરતા બે સગા ભાઈ ઓ મુકેશ પ્રસાદ અને નારેશ્વર પ્રસાદ નાઓ તારીખ 7મી ની સાંજે નદી કિનારે કપડાં ધોવા માટે ગયા હતા.તે દરમિયાન એક ખુંખાર મગરે મુકેશ પ્રસાદ પર હુમલો કરીને તેનો પગ ખેંચ્યો હતો અને મગર ના હુમલા સામે મુકેશના ભાઈ નારેશ્વરે જીવસટોસટ ની બાજી લગાવી ને મગર પર લાકડી વડે તૂટી પડીને મગરના મોતના મુખમાંથી ભાઈને મુક્ત કરાવ્યો હતો.

ઘટના માં ઈજાગ્રસ્ત મુકેશ ને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,અને બનાવ ની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News