ઝઘડીયા:ભાલોદ નગરમાં કેન્ડલ માર્ચ કરી પુલવામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ

Update: 2019-02-17 05:31 GMT

ઝગડિયાના ભાલોદ ગામે જમ્મુ શ્રીનગર હાઇવે પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જાંબાજ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, ભાલોદના ગ્રામજનો એકજૂથ થઈ ગાયત્રી મંદિરથી ગામમાં ફરી ભાલોદ મેઇન બજારમાં પહોંચ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="84684,84685,84686,84687"]

તારીખ ૧૪ ના રોજ દેશના જાંબાજ સૈનિકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દેશની સુરક્ષા કરતાં ચાલીસ(૪૦) જેટલા જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકવાદિઓના હુમલાને લઈ દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દેશભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજરોજ ભાલોદ ગાયત્રી મંદિરથી મેઇન બજાર સુધી કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદ વિરૂદ્ધમાં નારા લગાવી જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સાથે સાથે મોહદ્દિસે આજમ મિશન સંચાલિત મદની શાળાના બાળકો દ્વારા વિર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતુ.

Tags:    

Similar News