દર્શન હોટલના ખાળકુવાની હોનારતમાં ભોગ બનેલાઓને ન્યાય અપાવવાના મુદ્દે કરજણ મામલતદારને આવેદનપત્ર અપાયું

Update: 2019-06-17 12:14 GMT

વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત સાત મજૂરોના કરૂણ મોત નીપજ્યાં હતા. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કમનસીબ હોનારતમાં મોતને ભેટેલા હતભાગીઓના પરિવારોને ન્યાય અપાવવાના હેતુસર અને ઘટનાના કસુરવારોને કાયદા હેઠળ સજા મળે એ માટે મૂળ નિવાસી એક્તા મંચ કરજણ દ્વારા સોમવારના રોજ કરજણના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દર્શન હોટલની ઘટનામાં જે સાત હરિજનભાઇઓ અકાળે મોતને ભેટ્યા હતા.

ઘટનાની તટસ્થ અને ન્યાયી તપાસ કરાવવા સાથે ઘટનાના કસુરવારોને કાયદા હેઠળ સખ્તમાં સખ્ત સજા કરાવવાની માંગ કરાઇ હતી તેમજ ખાળકૂવાની સફાઇ કરતા કર્મીઓને સરકાર દ્વારા પૂર્ણ સુવિધાઓ સાથે સલામતીની સામગ્રી પુરી પાડવા પણ માંગ કરાઇ હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એક્તા મંચના મિનેષ પરમાર એડવોકેટ, રાજુ વસાવા તેમજ કલ્પેશ વસાવા સહિત મૂળ નિવાસી એક્તા મંચના કાર્યકરો જોડાયા હતા

 

Tags:    

Similar News