દહેજ બિરલા કોપર કંપની માંથી સામાન ભરીને સગેવગે કરનાર ટ્રક ચાલક સહીત બે ઝડપાયા.

Update: 2016-04-06 11:24 GMT

ભરૂચ એલસીબી પોલીસે કન્ટેનર રીકવર કરીને ફરાર 7 આરોપીઓની ધરપકડ ના ચક્રોગતિમાંન કર્યા.


દહેજ બિરલા કોપર માંથી 24 ટનથી વધુ કોપર કેથોડ કન્ટેનરમાં ભરીને ચાલકે તેના સાગરીતો સાથે મળીને સગેવગે કરી નાખ્યું હતું.જે ઘટના માં ભરૂચ એલસીબી પોલીસે કન્ટેનર ચાલક સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે.અને બંને ના રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરી છે.

દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેની બિરલા કોપર માંથી કોપર કેથોડ નામ નું મટીરીયલ નીર્વેક કાર્ગો મુવર્સ ના કન્ટેનરમાં 24.812 ટન કીમત રૂપિયા 92,56,201 ભરીને સુરત ના હજીરા ખાતે અદાણી પોર્ટ પર લઇ જવાનું હતું.પરંતુ કન્ટેનર ચાલક દેવેન્દ્રસિંહ અયોધ્યાસિંહએ તેના સાગરીતો સાથે મળીને આ કિમતી મટીરીયલ સગેવગે કરી નાખ્યું હતું.

જે અંગેની ફરિયાદ દહેજ મરીન પોલીસ મથકમાં દર્જ થઇ હતી અને તપાસ ભરૂચ એલસીબી પોલીસ ચલાવી રહી હતી.એલસીબી પોલીસની તપાસ માં કન્ટેનર ચાલક દેવેન્દ્રસિંહ અયોધ્યા સિંહ અને તેનો સાથીદાર મોહમદ વસીમ ફૂલ્લનખાન ઉર્ફે ઈબ્રાહીમ ખાન નાઓની અંકલેશ્વર માંથી ધરપકડ કરી છે અને 16,00,000 રૂપિયાની કિંમત નું કન્ટેનર પણ રીકવર કર્યું છે.આરોપીઓની પૂછપરછ માં તેઓએ કોપર કેથોડ મહેસાણા ખાતે વેચ્યું હોવાની કબુલાત કરી છે.

એલસીબી પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરી છે.ઉપરાંત તેઓના અન્ય 7 સાગરીતો ની ધરપકડ તેમજ સગેવગે કરેલો મુદ્દામાલ ની રીકવરીની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે.

Tags:    

Similar News