દિલ્હીમાં પહેલી નવેમ્બર સુધી ફટાકડાનાં વેચાણ પર સુપ્રીમનો પ્રતિબંધ

Update: 2017-10-10 05:54 GMT

દિલ્હી અને તેની આસપાસનાં પ્રદેશોમાં દિવાળી પર ફટાકડા ફોડી શકાશે નહિં. 11 નવેમ્બર, 2016ના ઓર્ડરને સુપ્રીમ કોર્ટે જારી રાખ્યો હતો. કોર્ટે હંગામી અને કાયમી એમ બન્ને પ્રકારના લાયસન્સ પણ તત્કાલ રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ પ્રતિબંધ પહેલી નવેમ્બર 2017 સુધી જારી રહેશે.

કોર્ટે કહ્યું હતું કે તેઓ જોવા ઇચ્છે છે કે દિવાળીમાં ફટાકડાઓના કારણે લોકોની અને ખાસ તો દર્દીઓની શું હાલત થાય છે. આ નિયમ એનસીઆરમાં લાગુ પડશે, એટલે કે 2016માં આપેલા લાયસન્સ આ વખતે 50 ટકા જ કરી દેવામાં આવશે. અદાલતે એમ પણ કહ્યું હતું કે સાયલન્સ ઝોનમાં ફટાકડા ફોડી શકાશે નહિં. એટલે કે હોસ્પિટલ, શાળા, કોર્ટ અને ધાર્મિક સ્થળોએ ફટાકડા ફોડી શકાશે નહિં. એટલું જ નહિં ફટાકડા બનાવવામાં લિથિયમ, લેડ, પારા અને આર્સેનિકનો ઉપયોગ કરી શકાશે નહિં.

 

Similar News