દ્વારકા : ‘માનવ રહિત’ ફાટક પરથી પસાર થતી હતી કાર અને અચાનક આવી ટ્રેન, જુઓ પછી શું થયું

Update: 2020-01-19 09:05 GMT

ટ્રેનના એન્જીન સાથે કાર 50 મીટર સુધી ઢસડાઇ

દેવભુમિ

દ્વારકા જિલ્લામાં માનવ રહિત ફાટક પરથી પસાર થઇ રહેલી કાર એકસપ્રેસ સાથે અથડાતાં

કારમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી.

વલસાડ

જિલ્લાના ઉદવાડા ફાટક પાસે ફાટક બંધ થતી વેળા પસાર થઇ જવાની ઉતાવળમાં નીકળી રહેલાં

બાઇકચાલક ફાટક સાથે અથડાયાનો વિડીયો આપ સૌને યાદ હશે. આ ઘટનામાં બાઇક ચાલક યુવાને

હેલમેટ પહેર્યો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. ઉદવાડા જેવો જ બનાવ દેવભુમિ

દ્વારકા જિલ્લામાં બન્યો છે. દ્વારકા નજીક આવેલું મિઠાઇ ફાટક માનવ રહિત હોવાથી

વાહનચાલકોએ રેલવે ટ્રેક પરથી કોઇ ટ્રેન પસાર થાય છે કે નહિ તે જોવાનું રહે છે. આ

માનવ રહિત ફાટક પાસેથી પસાર થતી એક કારનો ચાલક રેલવે ટ્રેક ઓળંગી રહયો હતો ત્યારે

અચાનક ટ્રેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની બ્રેક વાગે તે પહેલાં એન્જીન

સાથે કાર 50 મીટર સુધી

ઢસડાઇ ગઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં

આવ્યાં છે.

Tags:    

Similar News