નવસારી : બીલીમોરા નજીક કોસ્ટલ હાઈવે પાસે સર્જાયો અકસ્માત, ત્રણના  મોત

Update: 2019-07-16 03:46 GMT

નવસારીના બીલીમોરા નજીક બાઈક સવાર 3 યુવકોનો ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકનો કુડચો બોલી ગયો હતો. જ્યારે બાઈક સવાર 3 યુવકો માંથી 2 યુવકનાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્રણયે યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ અને બાઈક વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં બીલીમોરાના ત્રણેય યુવાનોનું મોત થયું હતું.નવસારીના બીલીમોરા નજીકના કોસ્ટલ હાઈવે પર આવેલા માલવણ ગામ પાસે આ અકસ્માત સર્જાય હતો.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="103249,103250,103251"]

બાઈક સવાર ત્રણયે યુવકો પૂરપાટ વેગે બાઈક હંકારી આવતા હોય બાઈક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જયારે અકસ્માત અંગે વધુ તપાશ ડુંગરી પોલીસ કરી રહી છે.

Tags:    

Similar News