નેત્રંગ તાલુકાની ૬ આશ્રમ શાળામાં મહત્વના વિષયોના ૧૪ શિક્ષકોની જ ઘટ

Update: 2019-07-26 10:47 GMT

પ્રવાસી શિક્ષકોનો ચાર માસથી પગાર થયો નથી, પ્રવાસી શિક્ષકોનો કોન્ટ્રાક્ટ પુર્ણ છુટા કર્યા બાદ નવી ભરતીના ઓડૅર નહીં અપાતા શૌક્ષણિક કાર્ય ઉપર ગંભીર અસર.

નેત્રંગ તાલુકાની છ આશ્રમ શાળામાં મહત્વના વિષયોના ૧૪ શિક્ષકોની ઘટ હોવાની માહિતી મળતા સમગ્ર વર્ષ દરમિયાન શૌક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચાસવડ, મોરીયાણા, કાંટીપાડા, વણખુંટા, થવા અને નેત્રંગ ગામમાં આશ્રમશાળાઓ કાર્યરત છે, જેમાં પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝધડીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ આદિવાસી સમાજના અભ્યાસ કરતાં બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન અને જીવનઉપયોગી ઘડતર કરવામાં આવે છે. પરંતુ કમ નસીબે આદિવાસી વિસ્તારમાં આવેલી આશ્રમશાળામાં નવા વષૅનું શૌક્ષણિક કાર્યની શરૂઆત થયા બાદ પણ પાઠ્યપુસ્તકો નહીં પહોંચવાની ઘટના પ્રકાશમાં આવતા મુખ્યમંત્રી સુધી રજુઆતો કરાતા આખરે તમામ આશ્રમશાળામાં પાઠ્ય પુસ્તકોની સગવડ કરવામાં શિક્ષણ વિભાગે કમ્મર કસી હતી.

જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાની છ જેટલી આશ્રમ શાળામાં આચાર્ય સાથે ૧૪ જેટલા મહત્વના વિષયોના શિક્ષકોની ઘટ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ઉપર શિક્ષણ વિભાગ ધ્વારા હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી,પરંતુ સંવેદનશીલ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોનો કોન્ટ્રાક્ટ પુર્ણ છુટા કર્યા બાદ નવી ભરતીના ઓડૅર આપવામાં નહીં આવતા સમગ્ર વર્ષ દરમિયાન શૌક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે અને આશ્રમ શાળામાં શિક્ષકોની સતત ઘટની નોંધ લેવાઇ રહી છે. જ્યારે કેટલીક આશ્રમ શાળામાં હાલના સમયમાં પણ માનદ વેતનના આધારે પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોઇ ગંભીર અસર પહોંચી શકે નહી.પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા એપ્રિલ માસથી પ્રવાસી શિક્ષકોનો પગાર પણ કરાયો નથી તેવું જાણવા મળ્યું છે.જ્યારે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓએ નોંધ લેવી જરૂરી છે.

Similar News