નોટબંધી અંગે કરેલા વિધાન મુદ્દે રાહુલ ગાંધી આવતી કાલે અમદાવાદની કોર્ટમાં આપશે જુબાની

Update: 2019-07-11 06:29 GMT

તાજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન નોટબંધી અંગે રાહુલે કરેલા વિધાનના પગલે એક બેંકના ચેરમેને કોર્ટમાં ધા નાખી હતી. રાહુલે કહ્યું હતું કે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકે નોટબંધીનો લાભ લઇને ૭૪૫ કરોડ રૂપિયા જેટલા કાળાંનાણાંને ધોળાં કર્યા હતા.

આ આક્ષેપને પડકારતાં અમદાવાદ ડિસ્ટ્રી્કટ બેંકના ચેરમેન અજય પટેલે તેમની સામે બદનામીનો દાવો કર્યો હતો.આ કેસની સુનાવણી માટે મેની ૨૭મીએ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તે દિવસે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ હતી એટલે રાહુલના વકીલે બીજી તારીખ માગી હતી. કોર્ટે ૧૨ જુલાઇએ એટલેકે આવતીકાલે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

Similar News