પેટ્રોલ - ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 2નો ઘટાડો

Update: 2017-10-04 05:10 GMT

પ્રજાનાં દબાણને વશ થઇને સરકારે અંતે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં બે રૃપિયા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી હેરાન પ્રજાને કંઇક અંશે રાહત મળશે. સરકારના આ નિર્ણયથી આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ બે રૃપિયા ઘટશે.

 

ગુજરાતમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે 2.60 રૃપિયાનો ઘટાડો થશે. હાલમાં એક લિટર પેટ્રોલ પર કુલ 21.48 રૃપિયા અને ડીઝલ પર 17.33 રૃપિયા એક્સાઇઝ ડયૂટી વસૂલ કરવામાં આવે છે.

 

હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 70.88 રૃપિયા અને ડીઝલનો ભાવ 59.14 રૃપિયા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ચોથી ઓક્ટોબર, 2017થી પેટ્રોલ અને ડીઝલ પરની બેઝિક એક્સાઇઝ ડયૂટીમાં બે રૃપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એકસાઇઝ ડયૂટી ઘટાડવાના કારણે સરકારની વાર્ષિક આવકમાં 26000 કરોડ રૃપિયાનો ઘટાડો થશે. ચાલુ નાણાંકીય વર્ષના બાકીના સમયગાળામાં સરકારને 13000 કરોડ રૃપિયાનું નુકસાન થશે.

 

 

 

Similar News