ફેસબુકે રિલાયન્સ જિઓમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા કરી જાહેરાત

Update: 2020-04-22 04:40 GMT

વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે રિલાયન્સ જિઓમાં કેટલોક હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા માટે ફેસબુક 5.7 બિલિયન ડોલર એટલે કે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

જિઓ અનુસાર, એક નાનો હિસ્સો ખરીદવા માટે વિશ્વની કોઈપણ ટેક્નોલોજી કંપની દ્વારા આ સૌથી મોટું રોકાણ છે. ભારતનામાં ટેક્નોલોજી ક્ષેત્રમાં એફડીઆઈની રીતે પણ આ સૌથી મોટું રોકાણ છે. આ ડીલ પર રિલાયન્સએ કહ્યું, ‘અમારું ફોકસ ભારતના 60 મિલિયન નાના નાના બિઝનેસ, 120 મિલિયન ખેડૂતો, 30 મિલિયન નાના વેપારીઓ અને લાખો નાના ઉદ્યમો પર હશે.’

ફેસબુક તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જિઓએ ભારતમાં મોટો બદલાવ લાવ્યો છે, તેનાથી અમે ઉત્સાહિત છીએ. જિઓ માત્ર ચાર વર્ષથી ઓછા સમયમાં 388 મિલિયન (અંદાજે 38 કરોડ)થી વધારે લોકો સુધી પહોંચી ગયું. માટે અમે જિઓની સાથે મળીને ભારતમાં વધારે લોકોની સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે.’

Tags:    

Similar News