બનાસકાંઠા : દાંતાના વેલવાડાની પ્રાથમિક શાળામાં વર્ગખંડ ધરાશાયી

Update: 2019-10-01 07:29 GMT

દાંતા તાલુકાના વેલવાડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશયી થતાં નાસભાગ મચી ગઇ હતી જોકે શાળાના આચાર્યની સતર્કતાથી હોનારત થતાં અટકી હતી. બનાસકાંઠા જિલ્લો બે વાર પુરનો સાક્ષી રહ્યો છે પુરના પાણીમાં ગામડાઓની ઘણી શાળાઓના ઓરડાઓ ડેમેજ થયા છે પરંતુ હજુ સુધી નવા ઓરડાઓ બનાવાયા નથી. બાળકો બહાર બેસી ભણવા મજુબુર બન્યા છે.

વેલવાડા ગામની શાળાના ઓરડાઓ પણ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત હાલતમાં છે. નવા ઓરડાઓ ના બનતા છાત્રો જર્જરિત ઓરડાઓમાં શિક્ષણ મેળવવા મજબુર છે. સાથે જ શિક્ષકો પણ માથે મોત લઈ નીચે શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે જિલ્લા શિક્ષણ વિભાગ સુધી વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય જ જોવા મળી રહ્યું છે. દરમિયાન હાલના વરસાદી વાતાવરણમાં શાળાના ધોરણ 8નો વર્ગખંડ ધરાશાયી થઇ ગયો હતો. શાળાના આચાર્યની સતર્કતાથી મોટી હોનારત થતાં અટકી હતી.

 

Similar News