ભરૂચ LIBમાં પે રોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઇનું રાષ્ટ્રપતિના હસ્તે થશે સન્માન

Update: 2017-01-25 10:50 GMT

ભરૂચ DSP ઓફિસ ખાતે LIBમાં પે રોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઇ લલિત સાદરીયાની ફરજ નિષ્ઠા માટે રાષ્ટ્રપતિનાના હસ્તે મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.

1980 થી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં કારકિર્દીની શરૂઆત કરીને સેવા આપતા લલિત સાદરીયા હાલમાં ભરૂચ DSP ઓફિસ ખાતેના LIBમાં પે રોલ ફ્લો સ્ક્વોડમાં ઇન્ચાર્જ પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોલીસ વિભાગમાં ખૂંખાર આરોપીઓને ઝડપી લઈને સાન ઠેકાણે લાવનાર પીએસઆઇ લલિત સાદરીયાની ફરજ નિષ્ઠાને પરિણામે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ આપીને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ પોલીસ માટે ગૌરવ સમાન આ ઘડીને વધાવતા પીએસઆઇ લલિત સાદરીયાને શુભેચ્છા પાઠવવા માટે તેઓના સહકર્મી પોલીસ કર્મચારીઓએ તેઓને પુષ્પગુચ્છ આપીને મીઠાઈ ખવડાવીને સન્માન આપી આ સિદ્ધિ બદલ લલિત સાદરીયાને શુભેચ્છા પાઠવી હતી.

 

 

Tags:    

Similar News