ભરૂચ આશા વર્કર બહેનો નો કલેકટર કચેરીમાં હંગામો

Update: 2017-09-25 09:30 GMT

ભરૂચ કલેકટર કચેરીમાં છેલ્લા 7 દિવસ થી 50 થી વધુ આશા વર્કરની બહેનો વેતન વધારો સહિતની વિવિધ માંગણીઓ સાથે ભૂખ હડતાળ ઉપર બેઠી છે. જોકે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે કોઈજ ચોક્કસ નિર્ણય લેવા ન આવતા બહેનોએ કલેકટર કચેરીમાં હલ્લો મચાવ્યો હતો.

ભરૂચ કલેકટર કચેરીનાં કંપાઉન્ડમાં 7 દિવસથી ભૂખ હડતાળ કરી રહેલી આશા વર્કર બહેનોએ ઉગ્ર બની ભારે સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં ધસી જઇ નિવાસી કલેકટર સમક્ષ તેઓની વિવિધ માંગણીઓ અંગેની ઉગ્ર રજુઆત કરી હતી.

જયારે નિવાસી કલેકટરે તેઓની સમગ્ર માંગણીઓ અંગેની રજુઆત આરોગ્ય વિભાગ સંબંધિત હોય ત્યાં રજૂઆત કરવાનું જણાવ્યું હતુ, બાદમાં આશા વર્કર બહેનોએ રેલી સ્વરૂપે ભરૂચ જીલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ આરોગ્ય વિભાગમાં રજુઆત કરવા માટે ગયા હતા અને તેઓની માંગણીઓ રજૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસ થી ભરૂચ કલેકટર કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર બેસેલ આશા વર્કર બહેનોની માંગણીઓ સંદર્ભે તંત્ર શું કાર્યવાહી કરે છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે, પરંતુ હાલ તો 50 થી વધુ આશા વર્કર બહેનો તેઓની માંગણીઓ અંગે આંદોલન થકી સંઘર્ષ કરી રહી છે.

 

Similar News