ભરૂચ એલસીબી પોલીસે જાગેશ્વર માંથી રૂપિયા 10 લાખના વિદેશી દારૂ સાથે મહિલાની કરી ધરપકડ

Update: 2017-04-06 11:50 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખડખંડાલી ગામ નજીક થી સ્ટેટ વિજિલન્સે ૩૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડયો હતો,અને ત્યારબાદ હવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ હરકતમાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ધમધમતા જુગાર અને દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ જિલ્લાનું લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.એલસીબી એ વાગરાના જાગેશ્વરની મહિલા બુટલેગરને ત્યાં છાપો મારી 10 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડીને મહિલા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબીએ મનુબેન રાયજીભાઈ પટેલ ઉર્ફે મનુમાસી ને ત્યાંથી ૪૩૧ પેટી દારૂ રૂપિયા ૧૦ લાખ નો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ એલસીબી પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલ દારૂનો જથ્થો બુટલેગર નિયામત અલી રાજ ઉર્ફે મુન્નાનો તેમજ તેનુ વિતરણ જાગેશ્વરની મહિલા બુટલેગર મનુમાસી કરતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

 

Similar News