ભરૂચ જિલ્લામાં ચલણી નોટની ઉત્સુકતા

Update: 2016-11-10 11:26 GMT

ભરૂચ જિલ્લા ભરમાં રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટો ને બદલવા અને કેસ ડિપોઝિટ કરાવવા માટે બેંકો પર ગ્રાહકો નું કીડિયારું ઉભરાયુ હતુ.

ભરૂચ શહેરની સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેંકો ઓફ બરોડા, HDFC, AXIS સહિતની બેંકોની શાખાઓ પર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાંબી કતારો લાગી હતી અને બેન્ક ગ્રહકો એ પોતાના ખાતામાં રૂપિયા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો જમા કરાવી હતી.

તો ઘણા ખરા ગ્રાહકો એ બેન્કમાં પોતાના જુના ચલણની સામે એક્સચેન્જ કરાવીને રૂપિયા 100 અને રૂપિયા 2000 ની નોટ મેળવી હતી.

જયારે પાલેજ પંથકમાં પણ વહેલી સવાર થી જ બેંકો પર ગ્રાહકો એ કતાર લગાવી હતી, અને જીવન જરુરીયાત ની ચીજ વસ્તુઓની ખરીદી માટે પડી રહેલી અગવડ ને દૂર કરવા માટે ગ્રાહકોએ બેન્ક માંથી રૂપિયા 100નું ચલણ મેળવવાના પ્રયત્નો કર્યા હતા.

તો બીજી તરફ ઝગડીયા તાલુકા ના રાજપારડી, ભાલોદ, ઝગડીયામાં પણ લોકોએ સવારે બેન્ક ખુલતાની સાથેજ પોતાનું જૂનું ચલણ ને અલવિદા કહીને નવા ચલણ ને આવકાર આપ્યો હતો.અને બેંકમાં સર્જાયેલી થોડી અવ્યવસ્થા વચ્ચે પણ પોતાનું ચલણ જમા થઇ જતા તેમજ એક્સચેન્જ થઈ જતા રાહતનો અનુભવ કર્યો હતો.

 

Tags:    

Similar News