ભરૂચ જીલ્લામાં વરસાદે બોલાવી રમઝટ, ગરબા મેદાનોમાં પાણી ભરાયા

Update: 2016-10-04 14:16 GMT

ભરૂચ જીલ્લમાં આજરોજ મોદી સાંજે પુનઃ એકવાર મેઘરાજાએ વીજળીના કડાકા સાથે રમઝટ બોલાવતા ગરબાના સુર પર પાણી ફરી વળ્યા હતા.

ભરૂચ જીલ્લામાં ચોથે નોરતે પણ વરસાદ વિઘ્ન સ્વરૂપ બન્યો હતો.દિવસ દરમિયાન ઉકળાટવાળુ વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે વીજળીના પ્રચંડ ધડાકા સાથે વરસાદે તોફાની બેટીંગ કરી હતી. જેના કારણે નવરાત્રીમાં ગરબા રમવા અને મહાલવા જવાની તૈયારીઓ કરતા રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જયારે ગરબા આયોજકોએ માતાજીને મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી હતી.

ગરબા ગ્રાઉન્ડો પરનું લાઈટીંગ ડેકોરેશન સહિત સાઉન્ડ સિસ્ટમને વરસાદના પાણીથી બચાવવાની પળોજણ પણ આયોજકોને ભારે પડી છે. જયારે ખાણીપીણીના સ્ટોલ માટે મોંઘુ ભાડું ચુકવનાર સ્ટોલધારકો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

Tags:    

Similar News