ભરૂચ તથા અંકલેશ્વરમાં 68 માં ગણતંત્રદિનની હર્ષોલ્લાસથી ઉજવણી

Update: 2017-01-26 10:51 GMT

આજરોજ ભરૂચ તેમજ અંકલેશ્વરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દેશભક્તિગાન તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જયારે ભરૂચ નગર પાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, પોલીસ હેડક્વોર્ટર સહિતની સરકારી કચેરીઓ, તેમજ પોલીસ મથકોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં પણ 68 માં પ્રજાસતાક પર્વ નિમિતે દેશની આન-બાન -શાનના પ્રતીક રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.રાષ્ટ્રપર્વ નિમિતે અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અને એસડીએમ ઓફિસ ખાતે હર્ષોલ્લાસ સાથે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત દેશની તેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ONGC અંકલેશ્વર સંકુલ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ONGC ના એસેટ મેનેજર ડીએમઆર શેખરે ધ્વજ ફરકાવ્યો હતો તેમજ ONGC શાળાના બાળકો તેમજ ONGC સુરક્ષા કર્મી સીઆઈએસએફ તેમજ સિક્યુરિટીના જવાનો દ્વારા દિલ્હીના લાલ કિલ્લા પર યોજાતી પરેડના દર્શન કરાવ્યા હતા.

 

 

Tags:    

Similar News