ભરૂચ માં ગુડી પર્વ અને ચેટીચંડ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરાઈ.

Update: 2016-04-08 10:40 GMT

ભરૂચ જીલ્લામાં ઉધોગ વહાસતના કરને વિવિધ પ્રાંતમાંથી લોકો અહિયાં આવીને રોજીરોટી અર્થે આવીને વસ્યા છે.અને પોતાના ઉત્સવોની ઉજવણી કરીને સંસ્કૃતિને પણ ધબકતી રાખી છે.

ચૈત્ર શુક્લની પ્રથમ તિથી એ મહારાષ્ટ્રીયન સમાજ ગુડીપડવા તરીકે ઉજવે છે.ભરૂચ માં વસતા મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો દ્વારા પોતાના ઘરની બહાર ગુડી બનાવીને એનું પૂજન અર્ચન કરી શુભકામ ના પાઠવી હતી.

જયારે સિંધી સમાજ દ્વારા પણ ચેટીચંડ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.ચૈત્ર એકમ ના રોજ શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતી પ્રસંગે ને નવા વર્ષ રૂપે ચેટીચંડ ઉત્સવ મનાવવામાં આવે છે.ભરૂચ શહેર ખાતે વસતા સિંધી સમાજના લોકોએ આ ઉત્સવ પ્રસંગે મંદિરમાં વિશેષ સાજ સણગાર કરવામાં આવ્યા હતા.અને ભગવાન શ્રી ઝુલેલાલ ભગવાન ની પ્રાર્થના કરવામાં આવી હતી.

Tags:    

Similar News