પોલીસે ચોરીના 9 મોબાઈલ ફોન કબ્જે કર્યા
ભરૂચ શહેર માં ચોરી ના મોબાઈલ ફોન વેચવાની ફિરાક માં ફરતા ચાર શખ્સો ને A ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા.
ભરૂચ A ડિવિઝન પોલીસે મોબાઈલ વેચવાની ફિરાક માં ફરતા હસમુખ મદન મારવાડી,પવન ઉર્ફે સર્લો રાજુ ચૌહાણ,હરેશ રાયજી વસાવા અને મિથુન નવીન હઠીલા ના ઓ ની શકમંદ તરીકે અટકાયત કરી હતી,અને તેઓની પુછપરછ કરતા મોબાઈલ અંગે ના કોઈજ જરૂરી પુરાવા પોલીસ ને આપી શક્યા ન હતા,અને પોલીસ ની તપાસ દરમિયાન આરોપીઓ એ વ્રજ વિહાર કોમ્પલેક્ષ માં આવેલ રુચિ કોમ્યુનિકેશન માં થયેલી મોબાઈલ ફોન ની ચોરી નો ભેદ ઉકેલાયો હતો.
મોબાઈલ ચોરોએ રુચિ કોમ્યુનિકેશન ની ચોરી ની કબૂલાત કરી હતી,અને પોલીસે જુદીજુદી કંપની ના 9 નંગ મોબાઈલ ફોન કબ્જે લઇ વધુ તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.