ભરૂચ : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સ્વસહાય જુથની મહિલાઓને મળશે લોન

Update: 2020-09-17 15:42 GMT

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો જિલ્લાકક્ષાનો ઇ-લોન્ચીંગ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ધારાસભ્ય દુુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

સરકાર દ્વારા મહિલાઓને આર્થિક ઉપાર્જનની ની પ્રવૃતિ સાથે જોડી આત્મનિર્ભર બનાવવાના હેતુસર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વડાપ્રધાન ના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા ઇ.-લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. મહેમાનોના હસ્તે ગ્રામીણ, પ્રાઇવેટ તેમજ સહકારી બેંકો,અને ક્રેડિટ કો.ઓપ. સોસાયટી અને આર .બી.આઈ. માન્ય ધિરાણ સસ્થાઓ સાથે એમ.ઓ.યુ. ના પત્રો એનાયત કરી વિવિધ મહિલા સ્વસહાય જૂથની મહિલાઓને લોન ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા રાજ્યના એક લાખ સ્વસહાય જૂથોની 10 લાખ મહિલાઓને રૂ.1 લાખ ની લોન આપવામાં આવશે.

Tags:    

Similar News