ભાડભુત ખાતે BNHS અને ONGCના સહયોગથી યોજાયો સ્વછતા એજ સેવા કાર્યક્રમ

Update: 2019-12-05 14:42 GMT

ભાડભુત ગામ ખાતે ગામના દરિયાકીનારાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંસ્થા બોમ્બે નેચુરલ હિસ્ટરી સોસાયટી (બી.એન.એચ.એસ.) દ્વારા અને ઓઇલ એન્ડ નેચુરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓ. એન. જી. સી.)ના સહયોગથી ભારત સરકારની યોજના "સ્વછતા એ જ સેવા" અંતર્ગત એક સફાઈ કાર્યક્રમ તા. 05/12/2019ના રોજ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં લગભગ 50 જેટલા સ્થાનિક ગ્રામ્ય સ્વયંસેવકો ભાગ લીધો હતો.

આખો  કાર્યક્રમ લોકોની

સ્વછતા પ્રત્યેની જાગૃગતતા વધે અને સામાન્ય લોકોમાં સ્વછતાની મહત્વતા સમજાય તે

માટે ગઢવામાં આવ્યો તો. સ્વછતાએ માનવ જીવન માટે ખુબ જ અગત્યની છે. ખાસ કરીને એવી

જગ્યાએ જયાં ખુબ પ્રવાસીયો આવતા હોય. ભાડભુત એના ભારેશ્વેર મંદિર અને નર્મદા

માતાના મંદિર ના કારણે સ્થાનિક યાત્રારૂઓમાં પ્રિય જાત્રાનું સ્થળ છે. અહીં નર્મદા

પરિક્રમાવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. તેથી આ જગ્યા સ્વચ્છ રહે એ ખુબ જરૂરી છે

અને એ માટે સ્વછતા અભિયાન માટે આ જગ્યા પસંદ કરવામાં આવી હતી. 

બી.એન.

એચ.એસ.ના સ્વયંસેવક શ્રીમતી જાનકીબેન તેલીના જણાવ્યા અનુસાર આ સ્વછતા અભિયાનમાં જે

સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેતો એમની દરોજ્જની જિંદગીમાં સ્વચ્છ રહેવાની અને

આજુબાજુના વિસ્તારમાં સ્વછતા રાખવાની ભાવના કેળવશે અને બીજાલોકોમાં પણ જાગૃતિ

લાવશે. બી.એન. એચ.એસ. સંસ્થાના વિજ્ઞાનિક ડો. ભાવિક પટેલ જણાવ્યા અનુસાર

દરિયાકિનારે ફેંકેલું પ્લાસ્ટિક માઈક્રોપ્લાસ્ટિક રૂપે માછલી દ્વારા મનુષ્યના

પાચનતંત્રમાં પણ આવી શકે છે. તેથી આવા સફાઈ અભિયાનો ખુબ જરૂરી છે. આ કાર્યક્રમનાં

અંતે આશરે 300 કીલોથી વધું પ્લાસ્ટિકનો કચરો ભેગો થયો હતો જેનો યોગ્ય નીકાલ

કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News