મોડાસા : ડીપમાં નીલકંઠ સોસાયટીમાં ગેસ પાઇપ લાઇનના ખોદકામ દરમિયાન પાણીની પાઇપ લાઇન તૂટી

Update: 2019-06-07 06:11 GMT

અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો થઇ રહ્યા છે, પણ આડેધડ કામગીરીને પગલે કેટલીય જગ્યાએ પીવાના પાણીની પાઇપ લાઇનો તૂટી જવાની ઘટનાઓ ઘટી રહી છે. મોડાસામાં હાલ ઘેર પાઇપ લાઇનથી ગેસ આપવાની યોજના છે જે અંતર્ગત સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા પાઇપ લાઇન નાંખવાનું કાર્ય ચાલી રહ્યું છે. લોકોને ઘેર પાઇપલાઇનથી ગેસ મળે તે સારી બાબત છે પણ જે રીતે ખોદકામની કામગીરી થઇ રહી છે, જેને કારણે પાણીની પાઇપ લાઇન તૂટવાની ઘટનાઓ પણ બની રહી છે.

મોડાસાના ડીપ વિસ્ત૨ોની સોસાયટીઓમાં હાલ ગેસ પાઇપ લાઇન નાખવાનુ કામ ચાલી રહી છે ત્યારે મોડી સાંજે શહેરની નીલકંઠ સોસાયટીમાં કામકાજ દરમિયાન પાણીની પાઇપ લાઇન તૂટી જવાથી પાણી રોડ પર વહી ગયું હતું. સોસાયટીના ડાબી બાજુની પાઇપ તૂટવાથી 15થી વધારે રહીશોને હાલાકીઓ પડી હતી. એક તરફ એંકાંતરે પાણી આવે છે તો બીજી બાજુ આ પ્રકારની સમસ્યાથી હાલાકીઓ તો પ્રજાએ જ ભોગવવી પડી રહી છે.

 

Tags:    

Similar News