રાજકોટ વાસીઓનુ ઋણ હુ કદાપી નહિં ભુલુ, સીએમ વિજય રૂપાણી

Update: 2017-12-31 13:55 GMT

મુખ્યપ્રધાન બન્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે. આ પ્રસંગે તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વિજયભાઇ રૂપાણી હોમટાઉન રાજકોટમાં પધારતા રાજકોટની જનતા અને ભાજપાનાં કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. લોકોની મેદનીની વચ્ચે જઇને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝિલ્યુ હતુ.

મુખ્યમંત્રીએ રાજકોટની જનતાએ જંગી લીડથી તેમને વિજેતા બનાવ્યા તે બદલ આભાર માની આ ઋણ ભૂલીશ નહિં તે અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. તો સાથો સાથ રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજીત અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહયુ કે રાજકોટની ચાર બેઠકો ભાજપાને મળી છે તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ અવિરત રહયો છે.

વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતનો વિકાસ પણ પુરપાટ ઝડપે થશે. 22 વર્ષ ગુજરાતમાં ભાજપે સુશાસન કર્યું છે અને સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપાની સરકાર બની છે. મુખ્યમંત્રીએ ગુજરાતએ જ દિશામાં તે જ ગતિથી વિકાસ કરશે અને તેમાં કોઇ પાછી પાની કરવામાં નહિં આવે તેમજ જણાવ્યુ હતુ.

Tags:    

Similar News