રાજકોટ :  વીરપુર હાઈવે પર કાર અને છકડા વચ્ચે અકસ્માત : ૫ મુસાફરો ઘાયલ

Update: 2019-01-02 04:22 GMT

વીરપુર હાઈવે પર રવિ હોટલ પાસે કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં છકડા મા બેસેલા પાંચ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા તેમને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વીરપુર હાઈવે પર કાર અને છકડો પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાર ચાલકનો સ્ટીયરીગ પર કાબૂ ગુમાવતાં કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા છકડા સાથે અથડાતાં અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે છકડામાં સવાર પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમને ૧૦૮ ની મદદથી તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અગે પોલિસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Similar News