રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો 500 કિલો અખાદ્ય વસ્તુઓ ઝડપાય

Update: 2017-09-25 12:33 GMT

રાજકોટમાં તહેવારોની સીઝનમાં ગ્રાહકોને અખાદ્ય વસ્તુઓ વેચીને નફો રળી લેવાની વૃત્તિ ધરસવતા વેપારીઓ પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડયા હતા.

દશેરાનાં તહેવારને આડે હવે માત્ર ગણતરીનાં જ દિવસો રહ્યા છે. રાજકોટમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મિઠાઈ બનાવનારાને ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આરોગ્ય વિભાગ દ્વારા કુલ બે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ગેલેક્ષી કેટરીંગને ત્યાંથી ઝડપાયો હતો. ગેલેક્ષી કેટરીંગને ત્યાંથી અંદાજીત 511 કિલો ગ્રામ જેટલો એક્ષપાયરી ડેટ વિતી ચુકેલો જથ્થો મળી આવ્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input=" રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો 500 કિલો અખાદ્ય વસ્તુઓ ઝડપાય " ids="32673,32674,32675,32676,32677,32678,32679,32680"]

જેમાં લિમ્કા તથા થમ્સઅપ 75 બોટલ, ફ્રિજરમાં જુની દુધની કોથળી, ચીઝ, બટર 89 કિગ્રા, ગાંઢિયાનો વાસી ભુકો 23 કિગ્રા, જુદા જુદા લોટ 108 કિગ્રા, બળેલુ તેલ 148 કિગ્રા, અથાણા ફુગવાળા 19 કિગ્રા, મસાલા જીવાતવાળા 17 કિગ્રા, કલર એશન્સ 5 કિગ્રા, મુખવાસ 7 કિગ્રાનો જથ્થો મળી આવ્યો હતો.

Similar News