રાજકોટમાં ફાયરિંગની ઘટનામાં ભાજપ MLAનાં ભાઈ સહિત 8 શખ્સની ધરપકડ માટે પોલીસ એક્શનમાં

Update: 2018-02-15 14:35 GMT

રાજકોટનાં સામા કાંઠે પેડક રોડ પર એસબીઆઇ પાસે આવેલા ઉદય કાર્ગો નામની ટ્રાન્સપોર્ટ ઓફિસનાં સંચાલક યુવાન પર હુમલો કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો.

ભોગ બનનાર પ્રતિક પટેલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાયોટીંગ, હત્યાની કોશિષ અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભોગ બનનાર પ્રતિક પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચરો નાખવા જેવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો.

જેમાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનાં ભાઈ સુરેશ રૈયાણી સહિત અન્ય 8 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ધારાસભ્યનાં ભાઈ સુરેશ રૈયાણી સહિત અન્ય આરોપીઓને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.

જોકે પોલીસ દ્વારા આરોપીઓનાં રહેણાંક તેમજ ફાર્મ હાઉસ, ઓફિસો પર પોલીસે દરોડા પાડ્યા હતા પણ કોઇ હાથમાં આવ્યા નહોતા.

Similar News