રાજકોટમાં બે દિવસ માંથી અખાદ્ય કેરીનો 2200 કિલો જથ્થો ઝડપાયો

Update: 2017-04-21 12:00 GMT

રાજકોટ માં મનપા ના આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓ પર તવાઈ બોલાવી છે, જેમાં બે દિવસમાં 2200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાય ગયો હતો.

રાજકોટ મનપા ના આરોગ્ય વિભાગે કાર્બાઈટ નાખીને કેરી પકવતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.ત્યારે આ પાવડર નાખવાથી પાણીમાં આ પદાર્થ ભળતાની સાથેજ પાણીની અંદર વરાળ ઉત્ત્પન્ન થાય છે. અને તેમ કાચી કેરી નાખવાથી કેરી કુદરતી રીતે પાકવાના બદલે સમય કરતા વહેલી પાકે છે અને આ કેરી આરોગ્ય માટે પણ જોખમ કારક છે.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે બે દિવાસમાં અખાદ્ય કેરી અને ચિકુનો જથ્થો પણ ઝડપી પાડયો હતો.

આ અંગે ડો.પંકજ રાઠોડે જણાવ્યુ હતુ કે કેટલાક લેભાગુ તત્ત્વો નફો રળવાની વૃતિએ કાર્બાઈટ થી કેરી પકાવી વેચતા હોય છે. કાર્બાઈટ થી કેરી પકાવવાથી લોકોને આંતરડાનુ કેન્સર પણ થઈ શકે છે.

 

 

Similar News