રાજ્યભરમાં કાળઝાળ ગરમી: અમદાવાદમાં જાહેર થયું રેડ એલર્ટ

Update: 2016-05-13 14:20 GMT

રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી 46 પર પહોંચી જતાં અમદાવાદ મ્યુનિસિપલે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

હીટ વેવની અસર મોટાભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનુભવાશે. આ ત્રણ દિવસોમાં ગરમીનો પારો 43થી 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું પરંતુ હવે ગરમી 46 ડિગ્રી પર પહોંચી જતાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Similar News