લાલ કિલ્લા પર અભેદ સુરક્ષા વચ્ચે PM મોદી એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો

Update: 2016-08-15 08:06 GMT

રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ પર કામ કર્યું છે, સરકાર અને પક્ષની ઓળખ કરતા દેશની ઓળખમાં વધારે રસ છે, જણાવતા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ પહેલા મોદીએ સવારે 7 વાગે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધીએ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોદીએ ધ્વજ વંદન કરીને દોઢ કલાક ભાષણ કર્યું હતું અને અગાઉનો પોતાનો જ રેકોર્ડ તોડી ને સૌથી લાંબી સ્પીચ તેઓએ આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે બે વર્ષની સરકારની સિદ્ધિ ઓ ગણાવા બેસીસ તો અઠવાડિયા સુધી બોલવુ જ પડશે, તેઓએ બે વર્ષમાં શરુ કરેલી સરકારી યોજનાઓ સહિત આતંકવાદ અને ગરીબી જેવા મુદ્દાઓ ને પણ ટાંક્યા હતા.

સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનને તેઓએ બિરદાવ્યુ હતુ અને સ્વર્ગીય સ્વતંત્રતા સેનાનીઓને પેન્શનની રકમ મળે છે તેમા 20 ટકા નો વધારો કરીને હવે જેમને 25000 રૂપિયા પેન્શન મળે છે તેમને 30000 રૂપિયા રકમ મળશે. ઉપરાંત આ તબક્કે મોદીએ ગરીબ વ્યક્તિના સારવાર માટે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉપાડશે તેમ જણાવ્યુ હતુ.

નરેન્દ્ર મોદીએ ટ્રાન્સપરન્સી સાથે ટ્રાન્સફોર્મનું કામ આ સરકારે કર્યું છે.અને રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ પર સરકાર કામ કરી રહી છે, મોદીએ જણાવ્યુ હતુ કે અમને સરકાર અને પક્ષની ઓળખ કરતા દેશની ઓળખમાં વધારે રસ છે. દેશ ની ઓળખ બનશે તો આવનારી પેઢીને તેનો લાભ મળી શકશે. જયારે મોદીએ રેલવે બાયો ટોયલેટની વાત સરકાર કરે છે તો બુલેટ ટ્રેનની પણ વાત કરીએ છીએ તેમ જણાવ્યું હતુ.

PM મોદીએ મોંઘવારી અંગે જણાવ્યું હતું કે પહેલા સરકારમાં મોંઘવારીનો દર 10 ટકા કરતા વધારે હતો જે હવે અમારા પ્રયત્નો થકી આ દર 6 ટકા સુધી આવી ગયો છે. આ સરકાર અપેક્ષાઓ થી ઘેરાયેલી નથી, હું તો અપેક્ષા પુરી કરવામાં સમગ્ર પ્રયત્નો કરીશ, ગરીબ ની થાળી મોંઘી નહિ થવા દઈએ.

મોદીએ 94 મિનિટ સુધી સંબોધન કાર્ય બાદ તેઓ બાળકોને મળવા પ્રોટોકોલ તોડીને ગયા હતા અને બાળકોએ પણ મોદીને મળવા માટે પડાપડી કરી હતી.

70માં સ્વતંત્રતા દિન પ્રસંગ ની ઉજવણી નિમિતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના રાજનેતાઓ અને અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા.

 

Similar News