વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ભૂટાનના પ્રવાસે

Update: 2019-08-17 04:17 GMT

દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિષયો પર વ્યાપક ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. 17થી 18 ઓગસ્ટના તેમના આ ભૂટાન પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિષયો પર વ્યાપક ચર્ચા કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આ પ્રવાસ સૂચવે છે કે ભારત સરકાર પોતાના વિશ્વાસુ મિત્ર ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ભૂટાન પ્રવાસ ભારત સરકાર દ્વારા પડોશી પ્રથમ નીતિ પર ભાર મૂકવાના મહત્વને દર્શાવે છે.

વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ભારત અને ભૂટાન સમયની કસોટી પર ખરા અને વિશેષ સંબંધોને શેર કરે છે અને બંને દેશ જોઈન્ટ સાંસ્કૃતિક ધરોહર અને લોકો વચ્ચેના સંપર્કની સાથે આપસી સમજ અને સન્માન ભાવ ધરાવે છે. મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન બંને દેશ દ્વિપક્ષીય સંબંધો સહિત આપસી હિતો સંલગ્ન વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. આ સાથે જ પોતાના પહેલેથી મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર આપશે. બંને દેશો આર્થિક અને વિકાસ સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે ચર્ચા કરશે.

Tags:    

Similar News