વડોદરા જાંબુવા નદીમાં પુરથી તોફાની પાણી ગામડાઓમાં પ્રવેશ્યા

Update: 2017-07-26 12:39 GMT

વડોદરા શહેરમાં અનરાધાર વરસાદને પગલે જાંબુવા નદીનાં જળસ્તર વધ્યા છે, અને પૂરના પાણી નદી કિનારાના 17 ગામોમાં પ્રવેશતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડોદરામાં ભારે વરસાદને જાંબુવા નદીમાં પૂર આવ્યા છે, અને આ પૂરના પાણી નદી કિનારાના 17 ગામો ધન્યાવી , અલ્હાદપુરા, રતનપુર, સરદારપુરા, રૂસ્તમપુરા સહિતના 17 ગામોમાં પુરના પાણી ઘુસ્યા હતા. જેના કારણે તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઢાઢર નદીનાં પાણી પણ ભયજનક રીતે વહી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા પણ પુરથી અસરગ્રસ્ત થતા લોકોને એલર્ટ કરીને સરકારી એજન્સીઓને પણ બચાવ કામગીરીનાં સાધનો સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Similar News